તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી New Matdaryadi Gujarat

તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી New Matdaryadi Gujarat

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

નવી મતદાર યાદી 2022  PDF ફાઈલ ડાઉનલોડ કરો  New Matdaryadi Gujarat 2022


ગુજરાત નવી મતદાર યાદી હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આવા સમયે ગુજરાત વિધાનસભાની નવી મતદાર યાદી જાહેર કરી છે આ યાદીમાં ગામ પ્રમાણે યાદી મૂકવામાં આવી છે એમાં તમારું નામ તમે જોઈ શકો છો તમારા વોર્ડમાં કેટલા સભ્યો છે તે પણ જોઈ શકો છો નવા ઉમેરેલા મતદારોના પણ નામ જોઈ શકો છો આ તમામ માહિતી નીચે આપેલી છે



તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જયારે જે લોકોને ૧૮ વર્ષ થઇ ગયા છે કે તેનાથી વધુ પુખ્તવયના લોકો અત્યારે ચૂંટણીની ચર્ચા કરી રહ્યા હોય છે. અત્યારે લગભગ ગામેગામ એક જ ચર્ચા થઇ રહી છે કે બસ ચૂંટણીમાં આ વર્ષે કોણ જીતશે અને આ જ અંદાજ કાઢવા માટે લોકો અત્યારે મતદાર યાદી ચકાશતા હોય છે અને એ મતદાર યાદી તમને સરળતાથી પ્રાપ્ત થાય એ માટે તમારા માટે આ લેખ લઇ આવ્યા છીએ. તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022

રાજ્યમાં 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની તૈયીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર રાજ્યમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.

વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ સજાગ અને સજ્જ


ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈ ચૂંટણી પંચે તૈયારી ડબલ રફતારમાં શરૂ કરી દીધી છે. આખરી મતદાર યાદી જાહેર થતાં જ હવે એ પણ કંઈ શકાય કે ચૂંટણીનું એલાન થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પંચે મતદારોની બેઠક દીઠ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે તેમજ ચૂંટણીલક્ષી તૈયારીની માહિતી પણ જાહેર કરી છે જેમાં ચૂંટણીમાં 50 ટકાથી વધુ મતદાન મથક પર બાજ નજર રાખી શકાય તે માટે વેબ કેમેરાનો ઉપયોગ કરાશે

ગુજરાતના આ જિલ્લાઓમાં સૌથી વધારે મતદારો

ગુજરાતમાં સૌથી વધારે મતદારો ધરાવતા જિલ્લાઓની વાત થાય તો તેમાં ટોપ 5 જિલ્લાઓમાં અમદાવાદ, સુરત , વડોદરા, બનાસકાંઠા અને રાજકોટનો સમાવેશ થાય છે. સૌથી વધારે મતદારો ધરાવતા જિલ્લામાં અમદાવાદ મોખરે છે.

અમદાવાદમાં સૌથી વધુ 59,93,046 મતદારો છે. જેમાં 31,17,271 પુરુષ મતદારો, 28,75,564 મહિલા મતદારો અને 211 અન્ય મતદારો નોંધાયા છે. બીજા નંબર પર સુરત જિલ્લો છે. સુરતમાં કુલ 47,39,201 મતદારો છે. જેમાં 25,46,933 પુરુષ મતદારો, 21,92,109 મહિલા મતદારો અને 159 અન્ય મતદારો નોંધાયા છે.

ત્રીજા નંબર પર વડોદરા જિલ્લો છે. વડોદરામાં કુલ 26,02,272 મતદારો છે. જેમાં જેમાં 13,31,174 પુરુષ મતદારો, 12,70,875 મહિલા મતદારો અને 223 અન્ય મતદારો નોંધાયા છે. ચોથા નંબર પર બનાસકાઠા જિલ્લો છે. બનાસકાઠામાં કુલ 24,89,694 મતદારો છે. જેમાં 12,92,584 પુરુષ મતદારો, 11,97,094 મહિલા મતદારો અને 16 અન્ય મતદારો નોંધાયા છે. પાંચમા નંબર પર રાજકોટ જિલ્લો છે. રાજકોટમાં કુલ 23,05,601 મતદારો છે. જેમાં 11,96,011 પુરુષ મતદારો, 11,09,556 મહિલા મતદારો અને 34 અન્ય મતદારો નોંધાયા છે.


ગુજરાતના આ જિલ્લાઓમાં સૌથી ઓછા મતદારો

ગુજરાતમાં સૌથી ઓછા મતદારો ધરાવતા જિલ્લાઓની વાત થાય તો તેમાં ટોપ 5 જિલ્લાઓમાં ડાંગ, નર્મદા, પોરબંદર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે.ડાંગ, નર્મદા, પોરબંદર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સૌથી ઓછા મતદારો ડાંગ જિલ્લામાં છે. ડાંગમાં કુલ 1,93,298 મતદારો છે. જેમાં 96,909 પુરુષ મતદારો, 96,387 મહિલા મતદારો અને 2 અન્ય મતદારો નોંધાયા છે.

તમારા ગામની નવી મતદાર યાદી અહીંથી જુઓ

ઉપરની લિંક પર ક્લિક કરવાથી એક નવી સાઇટ ખૂલશે જેમાં નીચે મુજબનાં કોલમ ખૂલશે

પ્રથમ જિલ્લા (District) (Select) પસંદ કરો. દા.ત. અહીં  Bhavnagar 

ત્યાર બાદ Assembly સિલેક્ટ કરો તમારો તાલુકો પસંદ કરો 

હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો પછી તમારી ગામની યાદી જોવા મળશે.

મહત્વપૂર્ણ લિંક:


અહીં નવી મતદાર યાદી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મુલાકાત બદલ આભાર

Advertisement

Post a Comment

Previous Post Next Post